Surprise Me!

વાંદરીએ જીવના જોખમે બચ્ચાને બે પથ્થર વચ્ચેથી બચાવ્યું, હૃદયસ્પર્શી વીડિયો વાઈરલ

2019-09-21 3 Dailymotion

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જે હાર્ટ-ટચીંગ મોમેન્ટ કેદ થઈ હતી તે જોઈને સોશિયલ મીડિયામાં અનેક યૂઝર્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા વાંદરાનું બચ્ચું કોઈ કારણોસર બે પથ્થરની વચ્ચે જઈને પટકાયું હતું જેના કારણે બખોલમાંથી તે બહાર પણ નીકળી શકતું નહોતું તેનું આક્રંદ સાંભળીને વાંદરાઓની ટોળકી પણ ત્યાં જઈને તેને બહાર નીકાળવા માટે શક્ય તેટલાં વલખાં મારે છે જો કે તેઓ સફળ થતા નથી માસૂમ બચ્ચાનો દર્દથી કણસવાનો અવાજ વાંદરીથી જાણે કે જોઈ ના શકાયો હોય તેમ તે પોતાનો જીવ પણ જોખમમાં નાખીને બખોલમાં જ સીધી ઉતરી જાય છે આ તરફ બહાર રહેલા અન્ય વાંદરાઓએ પણ હિંમત હાર્યા વગર બચ્ચાને બહાર ખેંચવાનું ચાલુ રાખ્યું હતું તો બખોલમાં કૂદેલી વાંદરીએ પણ બચ્ચાને પાછળની તરફથી ધક્કા મારીને બહાર નીકાળી દીધું હતું અબોલ જનાવરોએ પણ જે રીતે ખૂબ જ કૂનેહપૂર્વક બચ્ચાને બચાવવાનું આખું ઓપરેશન પાર પાડ્યું હતું તે જોઈને અનેક યૂઝર્સે પણ તેમની સૂઝબૂઝના વખાણ કર્યા હતા સોશિયલ મીડિયામાં વાઈલ્ડ એનિમલ ચેનલે અપલોડ કરેલો આ વીડિયો જોતજોતામાં જ લાખો લોકોએ જોયો હતો બચ્ચાને બચાવ્યા બાદ વાંદરીએ પણ તેને ગોદમાં લઈને ખાસ્સીવાર સુધી વહાલ વરસાવ્યું હતું

Buy Now on CodeCanyon