સાબરકાંઠાના હિંમતનગર પાસેનું હાપા ગામમાં ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ તેમની બંને દીકરીઓને કરાટેમાં નેશનલ કક્ષાએ પહોંચાડી છે મકવાણા પરિવારની પાંચ પુત્રીઓમાંથી ત્રણ બહેનોએ કરાટે પોતાની કિસ્મત અજમાવી છે તોરલ અને માયાએ તો નેશનલ લેવલે પણ પિતાનું નામ રોશન કર્યું છે <br />દવાખાનાની બહાર ચાની કિટલી ધરાવતા ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરીઓ દંગલ ફિ્લ્મની ગીતા અને બબીતા જેવો જોમ, જુસ્સો અને પોતાના પર ભરોસો ધરાવે છે તો તેમના પિતામાં પણ આ બાબતનું ગર્વ દેખાઈ આવે છે આજથી છ વર્ષ અગાઉ તેમણે દીકરી તોરલની કરાટે શીખવાની ઈચ્છાને સપોર્ટ કરીને તેને તાલીમ અપાવવી શરૂ કરી હતી આ જોઈને તેમની બીજી દીકરી માયાએ પણ તોરલની જેમ કરાટેમાં કિસ્મત અજમાવવા નિર્ધાર કર્યો હતો આજે સૌથી મોટી દીકરી તોરલે 13 વર્ષની ઉંમરમાં જ કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે તો બીજી 11 વર્ષની પુત્રી માયા બ્રાઉન બેલ્ટ ધરાવે છે સૌથી નાની સાત વર્ષની બીજલે પણ બંને બહેનોના કદમ પર ચાલીને ઓરેન્જ બેલ્ટ હાંસલ કર્યો છે હવે તેનો ઈરાદો બ્લેક બેલ્ટ મેળવવાનો છે રમત ગમતમાં કરાટેમાં પોતાનુ કૌવત બતાવી હાલ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સિલ્વર મેડલ પણ મેળવી જીતી ચૂકી છે હવે તેમનું લક્ષ્ય પણ દેશ અને પિતાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરવાનું છે તેમના આ સપનાને સાકાર કરવામાાં તેમની આર્થિક પરિસ્થિતી આડે ના આવે તે માટે કેન્દ્ર સરકાર પણહવે દર માસે 5 હજાર રૂપિયા સહાય આપે છે આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થિક રીતે રાહત થઇ છે