Surprise Me!

અમદાવાદના યુવકે પીએમ મોદીની થીમ પર બનાવી 4 કિલોની પાઘડી

2019-09-27 521 Dailymotion

પાઘડી તો તમે ઘણી જોઈ હશે પરંતુ આવી પાઘડી ક્યારેય નહીં જોઈ હોય સાઈઝ પણ મોટી અને વેઈટ પણ એટલું જ હા, પાઘડીનું વજન લગભગ ચાર કિલો જેટલું છે મૂળ સાઉથ ઈન્ડિયન અને વર્ષોથી અમદાવાદમાં રહેતા અનુજ મુદલિયાર તેની હેવી પાઘડીને લઈને ચર્ચામાં છે અનુજે આ પાઘડી એવી બનાવી છે કે, પહેલી નજરે જોતા જ સૌ કોઈ જોતા રહે છે કચ્છી, એમ્બ્રોડરી, મિરર વર્કથી સજ્જ આ પાઘડી જોતાવેંત જ મનમોહક લાગે છે આ પાઘડી ખાસ એટલા માટે છે કે, તેને મોદી થીમ પર બનાવવામાં આવી છે આ પાઘડીમાં મોદીના એવા 34 ફોટો લગાવવામાં આવ્યા છે કે, જેમાં તેઓએ પાઘડી પહેરી હોય અનુજે આ પાઘડીની સાથે સાથે એક સેફ્ટી સંદેશ પણ આપ્યો છે સુરત અગ્નિકાંડને ધ્યાનમાં રાખી તેમણે પાઘડી પર ફાયર એસ્ટીંગ્યુશર પણ લગાવ્યા છે અનુજે આ પહેલાં પણ અનેક થીમબેઝ પાઘડી બનાવી છે 2017માં GST અને 2018માં અમદાવાદના હેરિટજ પર પાઘડી બનાવી તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતુંતમને જણાવી દઈએ કે અનુજે પાઘડી બનાવવામાં 30થી 35 હજારનો ખર્ચ કર્યો છે આગામી દિવસોમાં અનુજ પીએમ મોદી માટે ખાસ પ્રકારની પાઘડી બનાવવા માગે છે

Buy Now on CodeCanyon