શાહરૂખ ખાનની લાડલી હાલ ન્યૂ યોર્કમાં ભણી રહી છે પરંતુ ચર્ચા છે કે સુહાના ખાન બહુ જલ્દી બૉલિવૂડમાં એન્ટ્રી કરશે, અને આ પહેલા તે એક વિદેશી શૉર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે જેનું ટિઝર આઉટ થતાંની સાથે જ વાઇરલ થઈ ગયુ છે સુહાના ટીઝરમાં એક પાર્ક તરફ જઈ રહી છે તે કારમાં તેના કોસ્ટાર સાથે બેઠી છે, બેકગ્રાઉન્ડમાં એક સોંગ વાગે છે જોકે સુહાનાનો અવાજ સાઇલન્ટ રાખવામાં આવ્યો છે