Surprise Me!

હું ચોથા ધોરણમાં હતી અને મેં નક્કી કર્યું હતું કે હું એક્ટ્રેસ બનીશ: દીપના પટેલ

2019-10-04 4,399 Dailymotion

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃdivyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના ચોથા એપિસોડમાં આજે આપણે ગુજરાતી એક્ટ્રેસ દીપના પટેલ સાથે મુલાકાત કરીશું મુંબઈમાં રહેતી દીપનાએ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તે જ્યારે ચોથા ધોરણમાં હતી ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે તે એક્ટ્રેસ બનશે દીપનાનો જન્મ અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટમાં થયો છે દીપનાને માત્ર મોડલિંગ અને એક્ટિંગમાં જ રસ નથી પરંતુ તેને સંગીતમાં પણ એટલો જ રસ છે નવાઈની વાત એ છે દીપનાનાં ઘરમાં એક ખાસ સંગીત રૂમ બનાવ્યો છે તેના પિતાએ આ રૂમને દિવાન-એ-ખાસ નામ આપ્યું છે તેમને ગઝલ્સ તથા જૂના ગીતોનો શોખ છે આ સંગીત રૂમ સાઉન્ડ પ્રૂફ છે અને તેમાં ઘણાં બધા મ્યૂઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ છે દીપનાને હાર્મોનિયમ તથા કિ-બોર્ડ વગાડતા આવે છે આટલું જ નહીં દીપનાના પિતા સિંગર છે

Buy Now on CodeCanyon