સુરતઃકેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા મોટર વ્હિકલના નવા નિયમો 15 તારીખથી રાજ્ય સરકાર પણ કડક રીતે અમલ કરાવવા જઈ રહી છે જેથી વાહનચાલકોમાં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે ગભરાયેલા વાહનચાલકો પાલ ખાતે આવેલી આરટીઓ કચેરીએ ફિટનેશ સર્ટી માટે લાઈનો લગાવી રહ્યાં છે પાલ આરટીઓ કચેરીએ આજે દોઢે કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી