બાંગ્લાદેશ PM શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ બિઝનેસ ફોરમમાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે, ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવ્યા બાદ બાંગ્લાદેશમાં તકલીફો વધી ગઈ છે મેં પણ મારા રસોઈયાને રસોઈમાં ડુંગળી ન નાંખવા માટે કહી દીધું છે

હસીનાએ ઉમેર્યું હતું કે, ‘ડુંગળી અમારા માટે મુસીબત સાબિત થઈ છેમને ખબર નથી કે કેમ તમે ડુંગળીની નિકાસ પર રોક લગાવી પરંતુ, જો અમને થોડા દુવસ પહેલાં નોટિસ આપતા તો અમે બીજી જગ્યાએથી ડુંગળી લઈ લેતા હવે ભવિષ્યમાં આવુ કંઈ પણ કરો તો અમને તોડા દિવસ અગાઉ જાણ કરજો’ શેખ હસીના પાસેથી આ વાત હિન્દીમાં સાંભળીને ઉપસ્થિત લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

ખરેખર તો ભારતમાં ડુંગળીના વધતાં ભાવને કાબૂમાં લેવા માટે સરકારે આ નિર્દેશ જાહેર કરવો પડ્યો હતો ઉપરાંત ભારતમાં પણ સંગ્રહખોરી ઘટાડવા માટે છુટક વેપારીઓ માટે 100 કિલો અને જથ્થાબંધ વેપારીઓ માટે 500 કિલો ડુંગળી સંગ્રહનો આંક નક્કી કરાયો હતો