અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રન્પે શુક્રવારે કહ્યું કે, અમેરિકાના હિતમાં હશે તો તે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા માટે તૈયાર છેરાષ્ટ્રપતિએ કહ્યું કે, ચીન સાથે આપણો સારો એવો સમય પણ છે અને ખરાબ સમય પણ જો કે અમે તેની સાથે વેપાર કરવા માટે મહત્વના તબક્કામાં પહોંચી ગયા છીએ જો આવું થશે તો આ અત્યાર સુધી કરેલી સૌથી મોટી સમજૂતી હશે પરંતુ આના માટે ચર્ચા કરવી કઠિન છે આ કરાર આપણા પક્ષમાં 100% થવાનો નથી, પણ આપણે તેને 100% આપણા પક્ષમાં કરીશું

ટ્રમ્પે કહ્યું કે, હું એક ઓબ્ઝર્વરની જેમ તમને કહી શકું છું કે બિડેન અને તેના દીકરાએ જે કંઈ પણ કર્યું, તે બધું તમારી સામે છે તે ઘણા દેશો સાથે કામ કરી રહ્યા છે આનાથી આપણા દેશને નુકસાન થઈ રહ્યું છે એક ઉદાહરણ તરીકે તમે લઈ શકો છો કે બિડેન ચૂંટણી જીત્યા બાદ ચીન સાથે વેપાર સમજૂતી પર ચર્ચા કરશે અને તે બધું ચીનના હાથમાં પકડાવી દેશે શું તમે આવું ઈચ્છો છો? તે અહીંથી બધુ સમેટીને તેમને આપી દેશે