ખરગારપુરથી ભાજપ ધારાસભ્ય રાહુલ સિંહ લોધીની પજેરો ગાડીએ બળગેવગઢ માર્ગ પર પપાવની ગામ પાસે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી ઘટનામાં બે યુવકોનું સ્થળ પર જ અને ત્રીજા યુવકનું ઝાંસી સારવાર માટે લઈ જતી વખતે મોત થઈ ગયું હતું આ એક્સિડન્ટથી ગુસ્સે થયેલા લોકોએ ટીકમગઢ-બળદેવગઢ માર્ગ ચાર કલાક જામ રાખ્યો હતો તેમની ધારાસભ્ય પર એફઆઈઆર નોંધવાની માંગણી હતી પ્રશાસને સમજાવ્યા પછી જામ ખતમ થયો હતો <br /> <br />રાહુલ સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના ભત્રીજા છે પોલીસે ધારાસભ્ય પર કલમ 304 એ (બેદરકારીથી ગાડી ચલાવવાથી કોઈનું મોત), કલમ 279/337 અને 184 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે જ્યારે મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, ધારાસભ્ય પોતે જ ગાડી ચલાવી રહ્યા હતા