Surprise Me!

રાવણ દહન સમયે યુવકોએ પોલીસ સાથે દબંગાઈ કરીને માર્યા

2019-10-09 59 Dailymotion

મંગળવારે સાંજે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આયોજીત રાવણ દહનના કાર્યક્રમમાં મારામારીના દૃશ્યો સર્જાયા હતા જો કે આ મારામારીનો ભોગ કોઈ સામન્ય વ્યક્તિ નહીં પણ પોલીસ પોતે જ બની હતી રાવણ દહન સમયે ત્યાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હાજર પોલીસકર્મીઓએ કેટલાક યુવકોને હંગામો કરતાં રોક્યા હતા પોલીસની આવી દરમ્યાનગીરીથી રોષ્ ભરાયેલા આવારા તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને વિવાદ વધાર્યો હતો આખો મામલો શાંત કરવા માટે પ્રયત્ન કરી રહેલા પોલીસ સ્ટાફની સામે બદમાશોએ હાથાપાઈ શરૂ કરી દીધી હતી જાહેરમાં જ આ રીતે પોલીસને માર મારતા હોય તેવા દૃશ્યો કોઈએ કેમેરામાં કેદ કરીને વાઈરલ પણ કર્યા હતા <br /> <br />મળતી વિગતો પ્રમાણે યુવકોએ હુમલો કરીને સબ ઇન્સ્પેક્ટરને તો માર માર્યો જ હતો સાથે જ ત્યાં હાજર અન્ય એક મહિલા પોલીસની સાથે પણ મારામારી કરી હતી જો કે, પોલીસ સાથે ક્યા કારણોસર આ યુવકોએ મારામારી કરી હતી તેનું કારણ બહાર આવ્યું નથી

Buy Now on CodeCanyon