Surprise Me!

ટ્રમ્પે કહ્યું, જો નિયમો સાચા હશે તો મહાભિયોગની તપાસ માટે તૈયાર

2019-10-10 516 Dailymotion

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ મહાભિયોગની તપાસમાં સામેલ થવા માટે તૈયાર છે પરંતુ તે યોગ્ય નિમયો અંતર્ગત હોવું જોઈએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (અમેરિકન કોંગ્રેસનું નિચલુ સદન)ની સ્પીકર નેંસી પેલોસીએ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત કરી હતી પેલોસી ડેમોક્રેટ પાર્ટીના સાંસદ છે <br /> <br />ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તેઓ ડેમોક્રેટ્સ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં સહયોગ કરવા માટે તૈયાર છે આ વિશે તેમણે કહ્યું હતું કે, ડેમોક્રેટ્સ અમને અધિકાર આપે તો મને મહાભિયોગની તપાસમાં સામેલ થવામાં કોઈ વાંધો નથી આ પહેલાં વ્હાઈટ હાઉસે મંગળવારે જ એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ડેમોક્રેટ્સ રાષ્ટ્રપતિને હટાવવા માટે પ્રશાસનને યોગ્ય સહકાર નથી આપી રહ્યા

Buy Now on CodeCanyon