સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં મોટી બેગમવાડી ખાતે આવેલી શુભમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન વેપારીનું મોત નિપજ્યું હતું રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાની સંભાવના હાલ પોલીસ વ્યક્ત કરી રહી છે
