Surprise Me!

જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાને લીધે 'સ્કાય ઈઝ પીંક'

2019-10-12 4,561 Dailymotion

જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા હગિબીસની અસરના લીધે રાજધાની ટોક્યોમાં આકાશ ગુલાબી થઇ ગયું હતું આ વાવાઝોડું શનિવારે કિનારે ત્રાટકે તેવી આશંકા છે આ પહેલા કિનારાના વિસ્તારમાં તબાહી દેખાઇ રહી છે 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે ઘણા ઘરોને નુકશાન થયું છે પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે <br /> <br />ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ પલટી ગઇ છે અને એક વ્યક્તિની મોતના પણ સમાચાર છે વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે બીજી તરફ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે

Buy Now on CodeCanyon