Surprise Me!

જર્મનીની યુવતીને પહેલી નજરમાં જ એરક્રાફ્ટ સાથે પ્રેમ થયો, હવે ટચૂકડા પ્લેન સાથે લગ્ન કરશે

2019-10-15 1,748 Dailymotion

સોશિયલ મીડિયામાં જર્મનીની આ યુવતી તેના લગ્નને લઈને આજકાલ ખૂબ ચર્યાઓમાં છે આ મહિલા કોઈ પુરૂષ સાથે નહીં પણ તેના એરક્રાફ્ટ બોયફ્રેન્ડના કારણે વાઈરલ થઈ રહી છે બર્લિનની વતની એવી મિશેલ કોબકેએ ખુલાસો કર્યો છે કે તે આ ટચૂકડા પ્લેનના પ્રેમમાં છે આજથી પાંચ વર્ષ અગાઉ જ્યારે તેણે આ 16 મીટરનું પ્લેન જોયું ત્યારે જ તે પહેલીનજરે જ તેના પ્રેમમાં પડી ગઈ હતી 29 વર્ષીય આ યુવતીએ તો દાવો પણ કર્યો છે કે તે એરક્રાફ્ટ બોયફ્રેન્ડ એવા આ ડમી મોડલ સાથે રોજ રાત્રે સૂવે છે જેવી રીતે પ્રેમિકા તેના પ્રેમીના ફોટો સાથે પ્રેમથી સૂવે તેમ જ તે પણ આવો લ્હાવો લે છે <br />તેના પરિવારે પણ તેનો આવો પ્લેન પ્રેમ સ્વીકારી લેતાં તે હવે ટૂંક સમયમાં જ તેની સાથે લગ્ન કરવાની છે મિશેલ પણ આ લગ્નથી ખુશ છે તે માને છે કે આ લગ્નની કોઈ સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ના કરી શકે આ વિશેષ પ્રકારનો પ્રેમ છે જેમાં કોઈને પણ ક્યારેય દુખ નહી થાય તમને જણાવી દઈએ કે આખો મામલો જ્યારે ચર્ચામાં આવ્યો ત્યારે ઘણા બધા એક્સપર્ટે પોતાનો અભિપ્રાય આપીને જણાવ્યું હતું કે, મિશેલને ઑબ્જેક્ટોફિલિયાની બિમારી હોય શકે છે જેમાં નિર્જીવ વસ્તુ પ્રત્યે પ્રેમ અને આકર્ષણ થાય છે

Buy Now on CodeCanyon