Surprise Me!

લોધિકાના દેવગામના પૂર્વ સરપંચ દિવ્યાંગ હોવા છતાં પગથી પેઇન્ટિંગ અને ડ્રાઇવિંગ કરે છે

2019-10-15 1 Dailymotion

રાજકોટ: કુદરતે દરેક મનુષ્યને કોઇને કોઇ કળા આપી હોય છે લોધિકા તાલુકાના દેવગામમાં સરપંચ તરીકે રહી ચૂકેલા 60 વર્ષીય જયંતીભાઇ શિવાલાલ ચૌહાણ જન્મથી જ દિવ્યાંગ છે તેઓના બંને હાથ કામ કરતા ન હોવા છતાં યુવાનોને શરમાવે તેવું કાર્ય કરી રહ્યા છે તેઓ પગથી ડ્રાઇવિંગ, પેઇન્ટિંગ અને નોટબુકમાં લખી રહ્યા છે તેમજ પગથી જમે પણ છે દિવ્યાંગ હોવા છતાં પગથી પેઇન્ટિંગ કરવાની પ્રેરણા કુદરતે આપી હોવાનું જણાવતા જયંતીભાઈ કહે છે કે, તમામ દિવ્યાંગોને ઈશ્વરે હંમેશા કંઈક વિશેષ શક્તિ આપી હોય છે તેને ઓળખીને તેના પર મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળે છે હાલ હું સસ્તા અનાજની સરકારી દુકાન ચલાવું છું અને મારા તમામ કાર્યોમાં મને પત્ની ઇન્દુ અને સંતાન નીરુનો પૂરો સહયોગ મળ્યો છે

Buy Now on CodeCanyon