Surprise Me!

દિલ્હીના ઝૂમાં ફિલ્મી સીન, યુવકે સિંહના પાંજરામાં કૂદીને સામે ઉભો થઈ ગયો

2019-10-17 8,697 Dailymotion

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં Man Vs Wild જેવો જ ડરામણો સીન જોવા મળ્યો હતો ઝૂની મુલાકાતે ગયેલો એક યુવક અચાનક જ સિંહના પાંજરામાં કૂદી ગયો હતો આટલું ઓછું હોય તેમ સિંહની સામે જઈને બેસીને તેણે એકાદ મિનિટ સુધી ખેલ કર્યા હતા આખી ઘટનાની જાણ સ્ટાફને થાય ત્યાં સુધી આ બિહામણું દૃશ્ય જોઈ રહેલા અન્ય પર્યટકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા યુવકની સાવ લગોલગ આવી ગયેલા સિંહ તેની પાસે પણ ગયો હતો જ્યાં તેને સૂંઘ્યા બાદ સિંહે કોઈ જ હુમલો નહોતો કર્યો ઘટના સ્થળે પહોંચેલા સ્ટાફે આ યુવકને સહી સલામત રીતે બહાર નીકાળવામાં સફળતા મેળવી હતી <br />પોલીસે પણ આ યુવકને અટકાયતમાં લઈને તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે રેહાન ખાન નામનો 28 વર્ષીય યુવક માનસિક અસ્વસ્થ છે તે બિહારનો વતની હોવાનું પણ બહાર આવ્યું હતું

Buy Now on CodeCanyon