ચીલીની રાજધાની સેન્ટીઆગોમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે મેટ્રોના ભાડામાં વધારો થયા બાદ અહીં મોટાપાયે હિંસક પ્રદર્શન શરુથઇ ગયા છે આ પ્રદર્શનમાં મોટાભાગે સ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ થયા છે તેમણે મોટાભાગના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનમાં તોડફોડ કરી હતી અને અમુક જગ્યાઓ રસ્તાઓ પર ટ્રાફિક બ્લોક કરી દીધો હતો ટ્રાફિક પર અસર થવાના લીધે લોકોને અવરજવરમાં સમસ્યા પેદા થઇ છે <br /> <br />ટીવી રિપોર્ટ્સમાં જોવા મળે છે કે પ્રદર્શનકારીઓ પોલીસના વાહનો પર પથ્થરથી હુમલો કરી રહ્યાં છે એક બસને પણ સળગાવવામાં આવી છે પોલીસે તેમને ડામવા ટિયર ગેસ અને બેટનનો ઉપયોગ કર્યો હતો ઇમરજન્સી લાદવા અંગે રાષ્ટ્રપતિ સબેસ્ચિયન પિનેરાએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય કાયદો વ્યવસ્થાને યથાવત કરવાનો છે અને દેશની સંપત્તિનું નુકશાન થતું અટકાવવાનો છે અત્યારે જે વિરોધ થઇ રહ્યો છે તે ગુંડાગર્દી છે અને ગુનો છે વિરોધ એક અલગ બાબત હોય છે