અમદાવાદની અમરાઈવાડી બેઠક પર માત્ર 32 ટકા જેટલું જ મતદાન થયું છે સૌથી વધુ મતદાન થરાદમાં અંદાજે 66 ટકા, રાધનપુરમાં 60 ટકા, ખેરાલુમાં 43 ટકા, બાયડમાં 58 ટકા અને લુણાવાડામાં 48 ટકા નોંધાયું છે ઓછા મતદાનથી પરિણામ ઉત્સુકતાભર્યા રહેશે <br /> <br />મહારાષ્ટ્રની 288 બેઠકો અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન સંપન્ન થયું છે આ બન્ને રાજ્યોના મતદારોએ પણ મોળો પ્રતિસાદ આપ્યો છે મતદાનની ટકાવારી ઘટતા ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા છે