રાજપીપળા:ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને NCP પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના કેવડિયામાં નર્મદા ડેમ,વિયર ડેમ અને 6 ગામના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતીએમની સાથે પ્રફુલ્લ પંચાલ,સ્થાનિક આદિવાસી નેતા ડોપ્રફુલ્લ વસાવા,રાજ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા

ભાજપે અમદાવાદ એરપોર્ટના નામકરણનો વિરોધ કર્યો હતો
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દેવગૌડા જ્યારે પીએમ હતા ત્યારે હવાઈ મથકનું અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદ્ઘાટન થયું હતુંતે સમયે અત્યારના ગવર્નર અને ભૂતપૂર્વ સીએમ આનંદી પટેલ ભાજપના આગેવાન હતાહવે મહિલાઓ હોય તો સ્વાભાવિક છે કે પોલીસ વાળા ચેક ન કરે,ભાજપની મહિલાઓ કાળા કપડાં બ્લાઉઝમાં ભરાવીને દેવગૌડા સામે દેખાવો કરવા આવ્યા હતાસરદારના નામ સાથે હવાઈ મથક જોડાયેલુ હતું એટલે કાળા કપડાં બતાવી વિરોધ કર્યો હતોએમને સરદાર સામે પ્રેમ છે એવું માનશો નહીં

સ્ટેચ્યુ માટે ભેગો કરેલો એ ભંગાર ક્યાં?
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા આખા દેશમાંથી લોખંડ ભેગું કર્યુંભેગો કરેલો એ ભંગાર ક્યાં છે એ પણ ખબર નથીઘણી વખત હું પૂછું છું કે લોખંડના ભંગાર માંથી તમેં સરદારને બનાવશોઆ મેક ઇન ઇન્ડિયા નથી માર્કેટિંગ છેરામ મંદિર મુદ્દે જણાવ્યું હતું કે રામ મંદિર બનશે તો બેરોજગરોને નોકરી ભુખ્યાને રોટલી મળશે?રામ મંદિર નથી તો કોઈ મરી ગયું શુ ફરક પડે છે?જો મંદિર છે તો જ રામ ભક્ત છે એવું તો નથીઆ ફક્ત એક માર્કેટિંગ છેહિન્દૂ-મુસ્લિમના નામે દેશને બે ભાગોમાં વેચવાનું ષડ્યંત્ર છે