ભુજ: સ્વામિનારાયણ મંદિર દ્વારા વર્ષોની પરંપરા મુજબ નવા વર્ષ નિમિતે શ્રીજી મહારાજને વિવિધ પ્રકારના વ્યંજન અન્નકૂટ સ્વરૂપે ધરાવાય છે દેશના 17 રાજ્યો અને આરબ દેશો, આફ્રિકા, યુકે, ઓસ્ટ્રેલિયામાં વસતા હરરિભક્તોને પ્રસાદ પહોંચાડાશે અન્નકૂટ માટે મંદિરના રસોડામાં 15 દિવસ અગાઉથી તૈયારીઓ આરંભાઇ જાય છે નવા વર્ષને હવે ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે મંદિરમાં સ્વામી, સાંખ્યયોગી બહેનો અને સત્સંગીઓ વહેલી સવારથી વિવિધ મીઠાઇ અને ફરસાણ બનાવવા લાગી જાય છે દેશ-વિદેશના પોણો લાખથી વધુ સત્સંગીઓ આ પ્રસાદનો લાભ લેશે હજારો કિલો મીઠાઇ બનાવી રૂબરૂ તેમજ પાર્સલ દ્વારા સત્સંગીઓને અપાશે આફ્રિકાના 13 મંદિર યુકેના 11 મંદિર ઓસ્ટ્રેલિયાના 5 મંદિર, આરબ દેશના 5 મંદિર, શીશલ્સના 4 મંદિર આ ઉપરાંત ભારત દેશના 17 રાજ્યોમાં હરીભક્તોને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકુટનો પ્રસાદ મોકલાશે