Surprise Me!

પાકિસ્તાની ગાયિકાએ ફિદાયીન જેકેટ પહેરીને મોદીને ધમકી આપી

2019-10-23 9,710 Dailymotion

પાકિસ્તાનની ગાયિકા રાબી પીરઝાદા તેની એક પોસ્ટના લીધે ટ્વિટર પર ભયંકર ટ્રોલ થઇ હતી રાબીએ એક પોસ્ટમાં તેની તસવીર મુકી હતી જેમાં તે સ્યૂસાઇડ બોમ્બરના અવતારમાં જોવા મળે છે તેણે સ્યૂસાઇડ વેસ્ટ પહેર્યું છે મોદીને તેણે આ પોસ્ટ કરીને ધમકી આપી હતી <br /> <br />જોકે રાબીનો આ પ્રયાસ બૂમરેંગ થયો હતો અને યુઝર્સે તેને બરોબર ટ્રોલ કરી હતી ઘણા ટ્વીટર હેન્ડલ પરથી પૂછવામાં આવ્યું હતું કે શું આ તેમનો રાષ્ટ્રીય પહેરવેશ છે ? અમુક યુઝર્સે ભારત, જાપાન અને અન્ય દેશના પહેરવેશની તસવીરો સાથે તેની તસવીર મર્જ કરીને અલગ અલગ દેશના પહેરવેશ વિશેની વાત કહી હતી <br /> <br />આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ઘણા બધા સાપ અને મગર સાથે તે દેખાઇ હતી કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ તે મોદી પર રેપ્ટાઇલ અટેકની ધમકી આપી રહી હતી ઘણા લોકોએ તેને નોનસેન્સ કહીને જલદીથી સાજા થવા માટે કહ્યું હતું ગત મહિને પંજાબ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એન્ડ પાર્ક્સ વિભાગે રાબી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમાં અજગર અને અન્ય પ્રાણીઓને પાળતૂ પ્રાણીઓ તરીકે રાખવાના મુદ્દે કાર્યવાહી થઇ હતી લાહોર કોર્ટે આ મુદ્દે તેની વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇશ્યૂ કર્યું છે

Buy Now on CodeCanyon