Surprise Me!

અડાજણમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે લૂંટારૂ ત્રાટક્યા, સોનાના દાગીના સહિત રોકડની લૂંટ ચલાવી ફરાર

2019-10-23 2,315 Dailymotion

સુરતઃઅડાજણમાં આવેલા દક્ષ એપાર્ટમેન્ટના ત્રીજા માળે લૂંટારૂઓ ત્રાટક્યા હતા લૂંટારૂઓએ તિજોરીમાં રહેતા 30 તોલાના સોનાની દાગીના સહિત રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે, અડાજણ જશવંતી નગર પાછળ આવેલા સમર્પણ સોસાયટીના દક્ષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે કેયુરભાઈ મોદી પરિવાર સાથે રહે છે કેયુરભાઈ મેડિકલ સ્ટોર ચલાવે છે દરમિયાન મોડી રાત્રે રોસાડાનું બારણું ખુલ્લુ મૂકી સૂઈ ગયા હતા જેથી ખુલ્લા દરવાજાની લાભ લઈ લૂંટારૂઓ ગેસ પાઈપ લાઈનથી ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા કેયુરભાઈના દીકરા નીલના રૂમમાં ઘૂસેલા લૂંટારૂઓએ સ્પ્રે છાંટી બેભાન કર્યા બાદ તિજોરી સાફ કરી હતા જેમાંથી 30 તોલાના દાગીના અને 50 હજાર રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા

Buy Now on CodeCanyon