સુરતઃહીરા ઉદ્યોગની મંદિ દિવસેને દિવસે રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે મોટા વરાછા ઉતરાણ તરફ આવેલી મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારનો ફ્લેટ લોન પર લીધેલો હોય બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી થતી અને ન ભરાતાં બેંક દ્વારા ફ્લેટ બહાર મોટા અક્ષરે નોટિસ લખવામાં આવી હતી જેથી માઠું લાગી જતાં રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો હતોજેથી ઘટના સ્થળે પહોંચી અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી