Surprise Me!

વિદેશ મંત્રાલયમાં જઈને ટિકટોક વીડિયો બનાવ્યા, ઈમરાનની ફરી ફજેતી

2019-10-25 1 Dailymotion

પાકિસ્તાનમાં કંઈ પણ થઈ શકે છે પછી તે ભલે ને વિદેશ મંત્રાલય જ કેમ ના હોય સોશિયલ મીડિયામાં પાકિસ્તાની ટિકટોક સ્ટાર હરિમ શાહે તેના કેટલાક વીડિયોઝ અપલોડ કરતાં જ તેણે જ્યાં આ રેકોર્ડ કર્યા હતા તે સ્થળ વિશે જાણીને પાકિસ્તાનીઓની આંખો પહોળી થઈ ગઈ હતીહરિમ શાહ નામની આ યુવતીએ વિદેશ મંત્રાલયમાં ઘૂસીને ત્યાં ટિકટોક વીડિયો બનાવ્યા હતા હરિમે ઈમરાન ખાનની અને વિદેશ મંત્રીની ચેરમાં પણ બેસીને વીડિયો રેકોર્ડ કર્યા હતા આટલું ઓછું હોય તેમ કૉન્ફરન્સ રૂમમાં પણ બિન્દાસ્ત ફરતી જોવા મળી હતી વીડિયો ટ્રેન્ડ થવા લાગતાં જ ઈમરાન ખાનની ફરી ફજેતી થઈ હતી <br />જો કે, આ બધાની વચ્ચે ટિકટોકમાં લાખો ફોલોઅર્સ ધરાવતી હરિમે ખુલાસો આપતાં કહ્યું હતું કે તે પાસ લઈને ત્યાં મુલાકાતે ગઈ હતી જો આ બધુ ગેરકાયદે હતું તો મને કોઈએ ત્યાં વીડિયો બનાવતાં રોકી કેમ નહીં?આખી વાત વધુ વિવાદ પકડે તે પહેલાં જ અધિકારીઓ પણ આ ઘટનાની તપાસ આદરી હોવાનું જાહેર કરીને પડદો પાડવા પ્રયત્ન કર્યો હતો

Buy Now on CodeCanyon