અમરેલી: કયાર વાવાઝોડાની શક્યતાની પગલે પોરબંદરના દરિયામાં બેથી 4 ફૂટ સુધી મોજા ઉછળ્યા હતાતો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના છાંટાની સાથે વાદળછાયું વાતાવરણ છવાયું હતું જાફરાબાદના દરિયા કિનારે મોજાઓમાં કરંટ આવતા 700થી વધારે બોટોને કિનારે સલામત પહોંચાડાઇ હતી અરબી સમુદ્રમાં સાયક્લોનને પગલે જાફરાબાદ, પીપાવાન પોર્ટ, અને શિયાલબેટ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો હતો દરિયામાં મોજાઓના કરંટથી અમરેલી જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે
