Surprise Me!

સુરત સિવિલમાં યુવકના ફાટી ગયેલા મોઢાની જટિલ સર્જરી

2019-10-31 927 Dailymotion

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં અકસ્માત બાદ મોઢા પર થયેલી અનેક ઇજાઓની પ્રથમ વાર જટિલ સર્જરીને સફળ બનાવી દર્દીને મોઢાનો નેચરલ આકાર આપવામાં ડોક્ટરો સફળ થયા છે અનિલ ગાથા નામના યુવકને 23મીના રોજ માંડવીના વાઘનેરા ગામ નજીક ઘાસ ભરેલો ટેમ્પો અડફેટે લઈ ભાગી જતા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો જોકે, ઘટનાની 20 મિનિટ બાદ અનિલ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ તાત્કાલિક 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરોએ તેમના પર શસ્ત્રક્રિયા હાથ ધરી હતી લગભગ 4 કલાક ચાલેલા ઓપરેશનમાં ઈએનટી વિભાગના ડોક્ટરોએ નાક, આંખ, હોઠ, તાળવું, જડબું અને મોઢા પર 100 જેટલા ટાકા લઈ દર્દીના મોઢાને અસલ ચહેરો આપવામાં સફળ થયા હતા

Buy Now on CodeCanyon