Surprise Me!

ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવને સંસદની મંજૂરી

2019-11-01 1,343 Dailymotion

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝે ગઈકાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ માટે કાર્યવાહી આગળ વધારવા એક દખાસ્તને મંજૂરી આપી હતી આ પક્ષમાં 232 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 196 મત પડ્યા હતા પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટીક પાર્ટી બહુમતિ ધરાવે છે તેના નેતૃત્વમાં મહાભિયોગ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ટ્રમ્પ પર આરોપ છે કે તેને પોતાના વિરોધી જો બિડેન અને તેના દિકરા સામે યુક્રેનની ગેસ કંપનીમાં ભ્રષ્ટચારના કેસમી તપાસ માટે યુક્રેન પર દબાણ કર્યું હતું <br /> <br />પ્રસ્તાવમાં સાર્વજનિક તપાસ કરવા અને તેનું નેતૃત્વ કોંગ્રેસની ગોપનિય બાબતોની સમિતિના વડા એડમ સ્કીફને આપવાની વાત કરવામં આવી છે સમિતિના પ્રેસિડેન્ટ મેક્ગવર્ને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા શક્તિનો દુરુપયોગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ચૂંટણી પ્રક્રિયાની ગોપનિયતા સાથે બાંધછોડ કરવાને લગતા પૂરતા પૂરવા છે સદનની 4 સમિતિઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે તપાસમાં પૂરાવા-નિવેદન એકત્રિત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં અમેરિકી જનતા સાક્ષીઓને સાંભળશે આ પૂરાવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિએ શક્તિનો દુરુપયોગ વર્ષ 2020 ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કર્યો છે

Buy Now on CodeCanyon