રક્ષામંત્રી રાજનાથ સિંહ શંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટ માટે ત્રણ દિવસના પ્રવાસે શુક્રવારે ઉઝબેકિસ્તાન પહોંચ્યા તેમણે શનિવારે સમિટને સંબોધન કરતા કહ્યું કે આતંકવાદ એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે તેના ખાતમાં માટે દ્વિમુખી ચારિત્ર્ય અને અપવાદોને છીડને સૌને એક સાથે લડવું પડશે સાથે જ દરેક આંતરરાષ્ટ્રીય કાયદા અને તંત્રને મજબૂત કરીને કડકાઇથી લાગૂ કરવા પડશે <br /> <br />એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રી અબ્દુલ્લા અરિપોવે રાજનાથસિંહનું સ્વાગત કર્યું હતું રાજનાથસિંહે પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીને તાશકંદમાં શાસ્ત્રી સ્ટ્રીટ પર શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ તેઓ શાસ્ત્રી મેમોરિયલ સ્કૂલ પહોંચ્યા અને બાળકો સાથે વાત કરી શાસ્ત્રીનું નિધન 11 જાન્યુઆરી 1966માં તાશકંદમાં જ થયું હતું