ઉત્તર પ્રદેશના બિજનૌરમાં આવેલા હીમપુર દીપા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બે સાપ જોવા મળ્યા હતા જપ્ત કરાયેલી વસ્તુઓ રાખવાના ગોડાઉનમાં આ સાપ ઘૂસી જતાં જપોલીસકર્મીઓ પણ ત્યાં જવામાં ડરવા લાગતાં ઈન્ચાર્જે બે મદારીઓને બોલાવ્યા હતા દારાનગરના જાણીતા મદારીએ ત્યાં જઈને સતત બે કલાક સુધી મોરલી પણ વગાડી <br />હતી અંતે બહાર આવેલા સાપને પકડવા જતાં જ એક મદારીને તે કરડ્યો પણ હતો પોલીસે પણ સાપને પકડ્યા બાદ અફડાતફડીમાં મદારીને સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાંતેની હાલતમાં હવે સુધાર છે