દિલ્હીમાં હવાનાં પ્રદૂષણને લીધે સ્થાનિકોને શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું છે આ પ્રદૂષણની અસર તેના આજુ-બાજુના રાજ્યોમાં પણ દેખાઈ રહી છે દિલ્હીના સીએમ છેલ્લા ઘણા સમયથી માસ્ક પહેરીને જ ઘરની બહાર જવાની લોકોને સૂચના આપી રહ્યા છે હાલ સામે આવેલા સમાચાર પ્રમાણે પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર એટલે કે વારાણસીમાં ભગવાનની મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યા છે