Surprise Me!

ટ્રાફિકમાં ના ફસાવું પડે એ માટે મિકેનિકે પોતાનું હેલિકોપ્ટર બનાવવાનું શરૂ કર્યું

2019-11-10 883 Dailymotion

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના વતની એવા જુજુન જુનૈદી આજકાલ પોતાના જુસ્સાના કારણે ચર્ચામાં છે મૂળે ઓટો રિંપેરિંગનું કામ કરનાર જુજુન શહેરના ટ્રાફિક જામથી કંટાળીને હવે પોતાના માટે હેલિકોપ્ટર બનાવી રહ્યા છે ઘરથી પોતાના ગેરેજ જવામાં તેઓ જે ભયંકર ટ્રાફિકનો સામનો કરે છે તેના ઉકેલ માટે તેમણે હેલિકોપ્ટર બનાવવાનું નક્કી કર્યું હતું <br />છેલ્લા એક વર્ષથી તેઓ આ ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે આ હેલિકોપ્ટર આ વર્ષના અંત સુધી કે 2020ની શરૂઆતમાં ઉડવા લાગશે તેવી આશા તેઓ સેવી રહ્યા છે <br />જુનૈદીના કહેવા મુજબ તેમને આ હેલિકોપ્ટર બનાવવાનો વિચાર ત્યાંની ટેક્સી સેવા વ્હિટસ્કી એવિયેશનમાંથી આવી હતી જેઓ ચાર્ટર દ્વારા ઉડાનની સુવિધા આપે છે <br />નબળી આર્થિક સ્થિતી ધરાવનાર ઓટોગેરેજના માલિકે અત્યાર સુધીમાં આ હેલિકોપ્ટર પાછળ 152 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે પોતાનું સપનું સાકાર કરવા માટે તેઓતેમના પુત્રની મદદ લઈ રહ્યા છે

Buy Now on CodeCanyon