Surprise Me!

ઈઝરાયેલે ઇસ્લામિક જિહાદના કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો

2019-11-12 1 Dailymotion

પેલેસ્ટાઇનના સંગઠન ઇસ્લામિક જિહાદે એક જાહેરાતમાં કહ્યું છે કે તેમનો એક કમાન્ડર ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં માર્યો ગયો છે અને ઇઝરાયેલા ગાઝા પટ્ટી પર તેના ઘરને પણ નિશાન બનાવ્યું હતું આ ઘટનાના પ્રતિકારમાં આ સંગઠને પણ ઇઝરાયેલ તરફ રોકેટથી હુમલો કર્યો હતો મરનાર કમાન્ડરનું નામ બાહા અબુ અલ અટ્ટા છે જે 41 વર્ષનો હતો ઇઝરાયેલે પણ આ સમાચારની ખાતરી કરી હતી જેમાં તેમની ફોર્સે આ કમાન્ડરને ટાર્ગેટ કર્યો હતો <br /> <br />પેલેસ્ટાઇન ગ્રુપે એ પણ કહ્યું કે ઇઝરાયેલે તેમના એક અન્ય કમાન્ડરને પણ સિરીયાના દમાસ્કસમાં ટાર્ગેટ કર્યો હતો અને તેના ઘર પર હુમલો કર્યો હતો આ હુમલામાં અટ્ટાની પત્ની પણ મોતને ભેટી હતી હોસ્પિટલ રિપોર્ટ પ્રમાણે બે અન્ય લોકો ઘાયલ થયા હતા એરસ્ટ્રાઇકમાં તેના ઘર પર ટાર્ગેટ કરતા બિલ્ડિંગ બે ભાગમાં અલગ પડી ગઇ હતી

Buy Now on CodeCanyon