Surprise Me!

પીએમ મોદીએ જમીન પર થાળી મૂકીને કેમ લંગરમાં પ્રસાદ લીધો હતો?

2019-11-12 253 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ એટલે કે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઓપનિંગ કર્યું હતું ત્યાં તેમણે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ સહિત અન્ય નેતાઓ સાથે લંગર પણ કર્યું હતું આ પ્રસંગના કેટલાક ફોટોઝ પણ વાઈરલ થવા લાગ્યા હતા જેમાં વડાપ્રધાન મોદી જમીન પર થાળી મૂકીને લંગરનો પ્રસાદ લઈ રહ્યા હતા તો સામે પંજાબના સીએમ માટે ટેબલ પર થાળી મૂકવામાં આવી હતી આ ઈમેજો જોઈને અનેક લોકોના મનમાં સવાલો પેદા થયા હતા કે આવું કેમ? પીએમ માટે નીચે થાળી તો સીએમ માટે ખાસ ટેબલની વ્યવસ્થા! જો કે, આ વાત વધુ વિવાદ પકડે તે પહેલાં જ વીડિયો સામે આવ્યો હતો જેમાં જોઈ શકાતું હતું કે પીએમ નરેન્દ્ર મોદી માટે પણ આવું ટેબલ મૂકવામાં આવ્યું હતું જે તેમણે ત્યાંથી હટાવી દેવડાવ્યું હતું વડાપ્રધાને જમીન પર જ થાળી રાખીને લંગર કરવાનું યોગ્ય માન્યું હતું સાથે જ પીએમે સામાન્ય નાગરિકના જેમ જ લાઈનમાં ઉભા રહીને પ્રસાદ પણ લીધો હતો

Buy Now on CodeCanyon