Surprise Me!

કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી - મુશર્રફ 

2019-11-14 3,018 Dailymotion

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે સ્વીકાર્યું છે કે ભારતીય સેના સામે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી તેમણે કહ્યું કે, ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાની જેવા આતંકી પાકિસ્તાનના હીરો હતા મુશરફના ઈન્ટરવ્યૂનો વીડિયો બુધવારે પાકિસ્તાની રાજનેતા ફરહતુલ્લા બાબરે ટ્વીટર પર શેર કર્યો છે જો કે આ ઈન્ટરવ્યૂ મુશરફે ક્યારે આપ્યો છે તે અંગેની કોઈ માહિતી મળી નથી <br /> <br />મુશરફે કહ્યું કે, ‘1979થી ઘણું બધુ બદલતું આવ્યું છે અમે પાકિસ્તાનના હકમાં કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપ્યું હતું અમે સમગ્ર દુનિયામાંથી મઝાહિદીન લઈને આવ્યા હતા અમે તાલિબાનને ટ્રેનિંગ આપી તેમને હથિયાર આપ્યા તાલિબાની, હક્કાની, જવાહિરી અને ઓસામા બિન લાદેન અમારા હીરો હતા હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે આ હીરો હવે વિલન બની ગયા છે’

Buy Now on CodeCanyon