Surprise Me!

લોન્ચિંગ પહેલાં જ અપકમિંગ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભયાનક આગ લાગી, ટેસ્ટિંગ મોડલ બળીને ખાખ થઈ ગયું

2019-11-17 2,915 Dailymotion

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેનાં લોકપ્રિય SUV મોડલ મહિન્દ્રા સ્કોર્પિયોના નવાં ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે પરંતુ લોન્ચિંગ પહેલાં જ આ અપકમિંગ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભયાનક આગ લાગી ગઈ અને રસ્તા પર આ ગાડી બળીને ખાખ થઈ ગઈ છેલ્લાં ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં આ મોડલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પરંતુ તાજેતરમાં એક જગ્યાએ ટેસ્ટિંગ દરમિયાન આ ગાડી આગમાં ભડથું થઈ ગઈ જો કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઈ આ ટેસ્ટિંગ મોડલમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી જાણી નથી શકાયું પરંતુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ગાડીના એન્જિનમાં શોર્ટ સર્કિટ અથવા કોઈ કોમ્પોનન્ટમાં ખામીના કારણે આગ લાગી છે

Buy Now on CodeCanyon