નેશનલ ડેસ્કઃભારતની સંસદીય પ્રણાલીનો અત્યંત મહત્વનો ભાગ ગણાતી રાજ્યસભાના 18મી નવેમ્બરના રોજ 250મા સિમાચીન્હરૂપ સત્રની શરૂઆત થઈ છે ઉપલા ગૃહ, કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખ ધરાવતીરાજ્ય સભાની 3જી એપ્રિલ, 1952 દિવસે રચના કરવામાં આવી હતી અને 13મી મે,1952ના રોજ પ્રથમ બેઠક યોજાઈ હતી ત્યારથી અત્યાર સુધીની આશરે 67 વર્ષની સફરમાં રાજ્યસભાએ ખૂબ જ મહત્વનું યોગદાન આપતા3,817 વિધેયક પસાર કર્યા છે અને આશરે 5,450 બેઠકોની કામગીરી કરી છે આઝાદી બાદ ભારતે પણ અમેરિકા અને બ્રિટનની માફક દ્વિ-સદનિય વ્યવસ્થા અપનાવી હતીજે રીતે અમેરિકામાં કોંગ્રેસ અને સેનેટ છે, ઈગ્લેન્ડમાંહાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ છે તેવી રીતે ભારત સંસદની રાજ્યસભા અને લોકસભા પ્રણાલી ધરાવે છે