જૂનાગઢ:હંમેશા વિવાદોમાં રહેતા સાધુ નિત્યાનંદના અમદાવાદ આશ્રમના વિવાદમાં જૂના અખાડાનાના સાધુએ મોટુ નિવેદન આપ્યું છે નિત્યાનંદ સાથે જોડાયેલા વિવાદ મામલે આજે દશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ, જૂનાગઢના ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજે મીડીયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, સમાજ અને ધર્મને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી, આવા તકલાદી સાધુને દેશવટો દેવો જોઈએ અને જૂના અખાડાના સાધુ નિત્યાનંદનો બહિષ્કાર કરશે