સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી રાનૂ મંડલ તેના ફેન્સ સાથે બેહુદા વર્તનથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે આ પહેલા પણ ઘણાં વીડિયો સામે આવ્યા હતા ત્યારે ફરી એક વીડિયોથી રાનૂ મંડલ ચર્ચામાં છે વીડિયો પરથી લાગે છે કે રાનૂ એરપોર્ટ પર ઉભી છે ત્યારે એક મહિલા આવે છે અને તેની સાથે સેલ્ફી ખેંચાવવાનું કહે છે ત્યારે રાનૂ તેને કોઈ ભાવ આપતી નથી અને નખરાં બતાવે છે તેના આ વર્તનથી સોશિયલ મીડિયા પર રાનૂ ટ્રોલ થઈ રહી છે