Surprise Me!

ગ્રીન વોલ્ટ મ્યૂઝીયમમાં અંદાજે 7900 કરોડની કિંમતના ખજાનાની ચોરી

2019-11-26 1,287 Dailymotion

જર્મનીના એક ઐતિહાસિક મ્યૂઝીયમમાં તસ્કરોએ ચોરી કરી છે સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચોરાયેલા ખજાનાની કિંમત એક બિલિયન યૂરો(અંદાઝે 7900 કરોડ રૂપિયા) જેટલી હોઇ શકે છે આ ઘટના ડ્રેસડન શહેરના ગ્રીન વોલ્ટ મ્યૂઝિયમમાં સોમવારે વહેલી સવારે બની હતી ચોરીને અંજામ આપવા માટે તસ્કરોએ સવારે પાંચ વાગ્યાના અરસામાં પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને ત્યારબાદ બારીમાંથી અંદર ઘૂસ્યા હતા આ મ્યૂઝિયમને અમેરિકાના આર્મી પોસ્ટ ફોર્ટ નોક્સ જેવું સુરક્ષિત માનવામાં આવે છે <br /> <br />સ્થાનિક મીડિયા એજન્સી બિલ્ડ પ્રમાણે તસ્કરો આભૂષણો અને હીરા ચોરીને લઇ ગયા હતા જેમની કિંમત બિલિયન યૂરો જેટલી હોઇ શકે છે જોકે હજુ સુધી પોલીસ એ વાતની ખાતરી કરી છે કે કઇ કઇ ચીજો ચોરાઇ છે ચોરી કર્યા બાદ તસ્કરો એક સલૂન કારમાં ભાગી ગયા હતા વીજ પુરવઠો ઠપ થયા બાદ પણ તેઓ સર્વેલન્સ કેમેરામાં કેદ થયા હોય તેવી શક્યતા છે

Buy Now on CodeCanyon