સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા નીલમ પેટ્રોલ પંપની સામે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેથી પીવાનું હજારો લીટર પાણી રસ્તા પર વહીં ગયું હતું પાણીની લાઈનમાં ભંગાણ થતા જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવો માહોલ સર્જાયો હતો વહેલી સવારે લાઈનમાં ભંગાણ સર્જાયાના બે કલાક બાદ મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણને રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી
