અમદાવાદ: રિલિફ રોડ ખાતે શહેરના ફેમસ એવા મૂર્તિમંત કોમ્પલેક્સમાં ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચીને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી ગુજરાત હાઇકોર્ટેના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત સાથે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગે કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આ કોમ્પલેક્સમાં આગનો બનાવ પણ બની ચૂક્યો છે