Surprise Me!

સામૂહિક દુષ્કર્મના આરોપીઓની માહિતી આપનારને 1 લાખનું ઇનામ અપાશે

2019-11-30 4,646 Dailymotion

વડોદરા: વડોદરા શહેરના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખના ઇનામની જાહેરાત પોલીસ કમિશનરે કરી છે આ ઉપરાંત રાત્રે 9 વાગ્યા બાદ દાંડિયા બજાર બ્રિજ ઉપર બેસવા આવતા લોકો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે <br /> <br />પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે નવલખી મેદાનમાં બનેલી ઘટના ગંભીર છે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ 8 ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખનું ઇનામ આપવામાં આવશે

Buy Now on CodeCanyon