રાયપુર:છત્તીસગઢના બલરામપુર જિલ્લાનો રહેવાસી આશિષ સોની જન્મથી જ હાથ-પગ વિના જન્મ્યો હતો તે ટેટ્રા એમેલિયા સિન્ડ્રોમથી પીડિત છે, પરંતુ આજ સુધી મદદ માટે કોઈ સામે હાથ લંબાવ્યો નથી તે આજની તારીખમાં પણ 18 કિલોમીટર સુધી સ્કૂટર ચલાવીને નોકરી કરવા જાય છે અને પરિવારનું ભરણ-પોષણ કરે છે <br /> <br />આશિષ સોની બલરામપુર જિલ્લાના સંકરગઢ જનપદ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર છે તેણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને હાલ ધોરણ 12મા અભ્યાસ કરે છે આશિષ આજની પેઢીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે હાથ-પગ ન હોવા છતાં પણ તે કમ્પ્યુટર, મોબાઈલ અને સ્કૂટી ચલાવે છે