ગાંધીનગર:ગત રવિવારે યોજાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે આજે ઉમેદવારોએ ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનમાં આંદોલન આદર્યું છે મહત્વનું છે કે, ઉમેદવારોએ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની કચેરીને ઘેરવાનું આયોજન કર્યું હતું, પરંતુ કોઇ પણ ઉમેદવાર ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી છે
