Surprise Me!

જામીન પર છૂટેલા ગેંગરેપના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી

2019-12-05 5,606 Dailymotion

યુપીના ઉન્નાવમાં ફરી માનવતાને શરમાવે તેવી ઘટના બની છે અહીં ગેંગરેપ પછી પીડિતાને પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે 5 આરોપીઓએ ગામની બહાર ખેતરમાં પીડિતાને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે આ કેસમાં 5માંથી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે એક આરોપીની શોધ ચાલુ છે યુવતી 90 ટકા સળગી ગઈ છે અને તેની સ્થિતિ ખૂબ ગંભીર જણાવવામાં આવી છે <br /> <br />પીડિતાની સ્થિતિ ગંભીર હોવાથી તેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરી દેવામાં આવી છે રેપ પીડિતા સાથે આ વર્ષે માર્ચ મહિનામાં દૂષ્કર્મ કરવામાં આવ્યું હતું યુવતીને સળગાવવામાં દુષ્કર્મના બે આરોપીઓ પણ સામેલ છે પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવતીને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યાંથી પીડિતાને લખનઉ ટ્રોમા સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે

Buy Now on CodeCanyon