જામનગર: જામનગરની વીએમ મહેતા કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિર્વસિટી આયોજીત ફસ્ટ ઇયર બીએની સેમેસ્ટર-1ની પરીક્ષા ચાલી રહી છે જેમાં ગુરૂવારે બપોરે ચાલતા પેપરમાં ધર્મરાજસિંહ જાડેજા નામનો પરીક્ષાર્થી મોબાઇલ સાથે પકડાયો હતો જેથી તેને સુપરવાઇઝર કોલેજના કંટ્રોલ રૂમમાં લઇ ગયા હતા નિયમ મૂજબ કોપીકેસની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ વેળાએ પકડાયેલા પરીક્ષાર્થીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ટેબલ પર પડેલી કાતર વડે પ્રિન્સીપાલ ડો જીબીસિંઘ પર હુમલો કરી દીઘો હતો તમામ દ્રશ્યો કોલેજના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા
