હૈદરાબાદના ચકચારી ગેંગરેપ કેસમાં નવ દિવસમાં ન્યાય થઈ ગયો છે દુષ્કર્મ પછી જે જગ્યાએ મહિલા વેટરનરી ડૉક્ટરને જીવતી સળગાવી દેવાઈ હતી, બરાબર એ જ જગ્યાએ ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થઈ ગયા છે જઘન્ય ગુનાની આ ઘટનામાં ન કોઈ વધુ તપાસ અને ન કોર્ટ-કચેરીની લાંબી રાહ આ કાર્યવાહી પછી દેશભરમાં સાયબરાબાદ પોલીસની વાહવાહી થઈ રહી છે, અને પોલીસ કમિશનર વી સી સજ્જનાર ફરી હીરો બની ગયા છે

ફરી એટલા માટે કે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સજ્જનાર ઓલરેડી હીરો છે જ કઈ રીતે તે અમે તમને જણાવીએ…

આ વાત છે11 વર્ષ પહેલા એટલે કે, 2008ની આ સમયે તેઓ વારંગલના SP હતા

આ સમયગાળા દરમિયાન એક યુવતી પર તેની જ કોલેજમાં ભણતા યુવકે બે મિત્રો સાથે મળીને એસિડ એટેક કર્યો હતો એસિડ એટેકના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા સજ્જનારની આગેવાનીમાં વારંગલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી અને પછી થોડા સમયમાં જ ત્રણેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા હતા આ કાર્યવાહીથી સજ્જનાર, કૉલેજના યુવા-યુવતીઓમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ફેમસ બની ગયા હતા આ સમયે પણ લોકોએ મીઠાઈઓ વહેંચી હતી અને પોલીસના સમર્થનમાં નારા લગાવ્યા હતા

VC સજ્જનાર માત્ર એસિડ એટેક કે ગેંગરેપ કાંડ નહીં પરંતુ માઓવાદીઓના એન્કાઉન્ટર ટીમનો પણ એક સફળ હિસ્સો રહ્યા છે પોતાના બોલ્ડ ડિસિઝનને કારણે જ 1996ની બેચના આ IPS ઓફિસર હંમેશા ચર્ચામાં રહ્યા છે