Surprise Me!

પર્યટન સ્થળ વ્હાઇટ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટ્યો, 5નાં મોત, 1‌100 ગુમ

2019-12-10 2,306 Dailymotion

ન્યૂઝીલેન્ડના વ્હાઈટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટતાં 5 લોકો મૃત્યુ પામ્યા અને 1000 પર્યટકો સહિત 1100 લોકો આજુબાજુના વિસ્તારોમાં ફસાઈ ગયા હતા જ્વાળામુખીને લીધે તાપમાન વધી જતાં નદીઓમાં પાણીનાં મોજાં ઉગ્ર બન્યાં હતાં પૂર જેવી સ્થિતિમાં પર્યટકો ફસાયા હતા આ લોકો સુધી પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે અત્યાર સુધી ફક્ત 18ને બચાવી શકાય છે આ લોકો ગંભીર રૂપે દાઝી ગયા છે અંધારું હોવાને લીધે તેમને શોધી શકાતા નથી બચાવ માટે સાત હેલિકોપ્ટર મોકલાયાં હતાં પણ તેમાંથી એક જ લેન્ડ કરી શક્યું હતું અધિકારીઓએ કહ્યું જ્વાળામુખી વિસ્ફોટને લીધે સફેદ રાખ અને પથ્થર 12 હજાર ફૂટ ઊંચે સુધી ઊડતાં દેખાયા હતા આ મધ્યમ દરજ્જાનો જ્વાળામુખી વિસ્ફોટ છે ઘટનાથી થોડીક ક્ષણ પહેલાં જ પર્યટકોનું એક જૂથ જ્વાળમુખીના મુખ તરફ જતું દેખાયું હતોું જ્યારે એક જૂથને ટાપુથી દૂર આવતા જોવાયું હતું આ જૂથે જ્વાળમુખી વિસ્ફોટની તસવીરો લીધી હતી

Buy Now on CodeCanyon