Surprise Me!

વડોદરાની પાંચ વર્ષની મૈત્રી વૈદિક મંત્રોના વીડિયો થકી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરે છે

2019-12-11 2,869 Dailymotion

વડોદરાઃપાંચ વર્ષની કુમળી વયે જયારે બાળકો ટ્વિંકલ ટ્વિંકલ શીખતાં હોય ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં રહેતા મિતેષ અને પાયલ જોશીની દીકરી મૈત્રી જોશી વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરીને યુવા પેઢીને પાશ્ચાત્ય સઁસ્કૃતિના પ્રભાવમાંથી બહાર લાવીને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતીગાર કરવાનું કાર્ય કરી રહી છે જે વિશે વાત કરતા પાયલ જોશીએ જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમના પ્રભાવના કારણે બાળકોને ભારતીય તહેવાર અને ધાર્મિક સ્થળો વિશેની માહિતી અમારે લોકો સુધી પહોંચાડવી હતી અને તેથી અમારી દીકરી મૈત્રી જયારે ત્રણ વર્ષની થઇ ત્યારે તેને અમે વૈદિક મંત્રો અને હિન્દુ તહેવારો વિશે તેને સમજાવવાની શરૂઆત કરી અને તે વાત સમજીને તે ઘરમાં બધાને કહેવા લાગી જે જોઈને અમને થયું કે પાંચ વર્ષનું બાળક આટલું જલ્દી સમજીને લોકોને સમજાવી શકે છે ? બસ પછી મારા પતિ વિવિધ વિષયો પર સ્ક્રિપ્ટ લખતા ગયા અને હું તેને સમજાવતી ગઈ અને મૈત્રી બે દિવસમાં મોઢે કરીને લોકોને સમજાવવા લાગી જેને અમે શૂટ કરીને યૂટ્યૂબ પર અપલોડ કર્યા એક વર્ષમાં અમે 22 વિડીયો અપલોડ કર્યા છે, જેને 25 હજારથી વધુ લોકોએ જોયા છે

Buy Now on CodeCanyon