Surprise Me!

વડાપ્રધાન જૉનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી મળી

2019-12-13 475 Dailymotion

બ્રિટનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છેપરિણામમાં વડાપ્રધાન બોરિસ જોનસનની પાર્ટી બહુમતીનો આંકડો (326) પાર કરી ગઈ છે વિપક્ષી લેબર પાર્ટી પણ 200 સીટની જીતની નજીક છેએક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે, જોનસનની પાર્ટી સરળતાથી બહુમતીના આંકડાઓને પાર કરશે અને 650 બેઠક વાળી સંસદમાં 368 બેઠકો જીતશેસાથે જ વિપક્ષને 191 બેઠકો મળવાનું અનુમાન છે આ ચૂંટણીમાં લેબર પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા જેરેમી કોર્બિને પરિણામો નિરાશા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે, તેઓ હવેથી કોઈ પણ ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ નહીં કરે કોર્બિને હાર પાછળ બ્રેક્ઝિટને કારણ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે, સામાજિક ન્યાયનો મુદ્દો આગળ પણ ચાલતો રહેશે અમે પાછા આવીશું લેબર પાર્ટીને સંદશ હંમેશા રહેશે <br /> <br />આ સાથે જ લેબર પાર્ટીના અધ્યક્ષ ઈયાન લેવેરીએ કહ્યું કે, બ્રેક્ઝિટ માટે બીજી વખત લોકમત પ્રસ્તાવ આપીને તેમની પાર્ટીએ ભૂલ કરી છે લેવેરીએ કહ્યું કે, તેની પાછળ પાર્ટી નેતા જેરેમી કોર્બિનની કોઈ ભૂલ નથી અમે યુકેના લોકોની ભાવનાઓને ન સમજી શક્યા

Buy Now on CodeCanyon